Morbi,તા.15
થોરાળા ગામે આવેલ વાડીના કુવામાં પડી જતા ૩૦ વર્ષના યુવાનનું મોત થયું હતું બનાવને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના થોરાળા ગામે બલુભાઈની વાડીમાં રહેતા વિનુભાઈ જયંતીભાઈ નાયક (ઉ.વ.૩૦) નામના યુવાન તા. ૧૪ ના રોજ સાંજના સુમારે કોઈ કારણોસર વાડીમાં આવેલ કુવામાં પડી જતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે