ગામડાઓમાં બરફના ગોલા વેચી ઘેર પરત ફરતા યુવાનને રસ્તામાં કાળ આંબી ગયો
Gondal,તા.21
ગોંડલ નજીક અનિડા ગામ નજીક બંધ ટ્રેલર પાછળ બાઈક ઘૂસી જતા ઉત્તર પ્રદેશમાં યુવાનનું કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું,, આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રે,9/30 ના સુમારે ગોંડલ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા અનિડા અને ડેયા ગામ વચ્ચે આવેલ કોલીથડ ચોકડી પાસે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ ગોંડલ રહેતા અને મોટરસાયકલ પર બરફ ગોલા વેચવાનું ધંધો કરતા રવિભાઈ કુશવાહા ઉંમર વર્ષ 30 બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો 108 મારફત તેને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે સાડા ત્રણ વાગે તેનું મોત થયું હતું,
પ્રાથમિક તપાસમાં મળેલી વિગત મુજબ રવિભાઈ કુશવાહા ઉત્તર પ્રદેશના હોય ગોંડલ રહી આજુબાજુના ગામમાં મોટર સાયકલ પર બરફના ગોલા વેચવાનું કામ કરે છે ગઈકાલે રાત્રે ગામડામાંથી વેપાર કરીને ગોંડલ આવતો હતો ત્યારે કોલીથડ ચોકડી પાસે બંધ ટ્રેલર પડી હતી તેની પાછળ રવિભાઈ ની મોટરસાયકલ ઘૂસી ગઈ હતી આ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે