Morbi,તા.17
તીથવા ગામની સીમમાં તળાવ પાસે યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા પ્રકાશ લાખાભાઈ બાર (ઉ.વ.૩૦) નામના યુવાનનું ગત તા. ૧૬ ના રોજ ગામની સીમમાં તળાવ પાસે કોઈ કારણોસર મૃત્યુ થયું હતું બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાનનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં તપાસ હાથ ધરી છે
મોરબીના નીચી માંડલ નજીક ફેકટરીમાં પડી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત
નીચી માંડલ ગામની સીમમાં આવેલ કારખાનામાં પડી જતા માથામાં ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મધ્યપ્રદેશમાં રહેતા અને હાલ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં કેરા વિટ્રીફાઈડ કારખાનામાં રહીને મજુરી કરતા રીતેશ ભુવાનસિંગ સોલંકી (ઉ.વ.૧૮) નામના યુવાન માટી ખાતામાં કામ કરતી વખત પગ લપસી જતા પડી જતા માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે