Bhavnagar,તા.02
તળાજા તાલુકાના રાળગોન ગામ નજીક આઈસરે અડફેટે લેતા બાઈક ચાલક બગદાણાના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મહુવા તાલુકાના બગદાણા ગામે રહેતા ભીખાભાઈ રામભાઈ રાઠોડે તળાજા પોલીસ મથકમાં જીજે-૦૪-એક્સ-૬૨૦૧ નંબરના આઈસરના ચાલક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભત્રીજા રવિભાઈ પરશોત્તમભાઈ રાઠોડ (ઉ.વ.૨૪, રહે.બગદાણા) તેમનું જીજે-૦૪-ઈડી-૬૪૩૯ નંબરનું બાઈક લઈને આજે સવારે ૯ કલાકના અરસામાં તળાજા કામ સબબ નોકરી પર જઈ રહ્યાં હતા ત્યારે રાળગોન ગામ તળાજા જવાના બાયપાસ નાના નાળા પાસે ઉક્ત આઈસરના ચાલકે તેમના ભત્રીજાની બાઈક સાથે અકસ્માત સર્જી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી છૂટયો હતો. બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.