Morbi,તા.15
ઉંચી માંડલ નજીક આવેલ ફેકટરીમાં કપડાની ધૂળ સાફ કરતી વેળાએ મસ્તીમાં યુવાનના ગુદાના ભાગે એર લગાવતા એર શરીરમાં પ્રવેશી જતા યુવાનનું સારવારમાં મોત થયું હતું
મૂળ ઝારખંડના વતની અને હાલ ઉંચી માંડલ નજીક આવેલ રોક ગ્રેનાઈટો સિરામિકમાં કામ કરતા શકલકુમાર બંધુ ગંજુ (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૦૭ ના રોજ કામ પરથી છૂટ્યો ત્યારે કપડા પર ધૂળ લાગી હતી અને ધૂળ કમ્પ્રેસરની એરનળીથી શકલકુમર અને કુંદન એકબીજાને સાફ કરતા હતા ત્યારે મસ્તીમાં કુંદને મૃતક શકલકુમારના ગુદાના ભાગે એર લગાવતા એર ગુદાના ભાગેથી શરીરમાં પ્રવેશી ગઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે