અકસ્માતના ભોગ બનેલ યુવાનના મોતથી ત્રણ બાળકોએ પિતાનું છગુમાવ્યું
Rajkot,તા05
રાજકોટ શહેરના ભાગોળે રાજમાર્ગો લોહી તરસ્યા બની ગયા હોય તેમ રોજ નિરંતર જીવલેણ વાહન અકસ્માતોની ઘટનાઓ માં આશાસ્પદ જીવો હોમાઈ રહ્યા છે આજે બપોરે૧૨:૩૦ ગોંડલ ચોકડી નજીક પુલ ઉતરતી વખતે મિત્રોના બાઈકને ભાર ખટારાએ ઠોકરે ચડાવતા મિત્રની નજર સામે જ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક બ્રિજ ઉતરીને આજીડેમ સાઈડ જઈ રહેલા અને બજરંગ સોસાયટી મોરબી રોડ પર રહેતા મુકેશભાઈ રામજીભાઈ પ્રજાપતિ ૪૭ અને તેનો મિત્ર હિતેશ બાઈક લઈને જતા હતા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા ટ્રકે બાઈકને ઠોકર મારતા બંને મિત્રો રસ્તા પર ફટકાઈ ગયા હતા અને મુકેશભાઈ પ્રજાપતિ નું ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું, અકસ્માતનો ભોગ બનેલ મુકેશભાઈ તેમના અવસાનથી એક પુત્ર બે પુત્રીઓ અને વયો વૃદ્ધ પિતાને વિલાપ કરતા મૂકી ગયા છે આ અકસ્માત અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ની શોધખોળ સાથેતપાસ હાથ ધરી છે