Dhoraji,તા.22
જકાતનાકા નજીક અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનની તલાશ,
ધોરાજીના માતાવાડી જવાના રસ્તે જુના જકાતનાકા પાસેથી પસાર થતાં રાહદારી યુવાનને અજાણ્યા વાહને હિટ એન્ડ રન નો ભોગ બનાવી ઘટના સ્થળે જ મોત નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના સોમનાથ મંદિર સામે ખાડા વિસ્તારમાં રહેતા સિકંદર ભાઈ રજાકભાઈ પટણી ના ભાઈ અશરફભાઈ પટણી તારીખ 20 ના રોજ બપોરે 2:00 વાગે જુના જકાતનાકા પાસે માતાવાડી ના રસ્તે ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનને અડફેટે લેતા ઘટના સ્થળે અશરફભાઈ બેભાન થઈને ઢળી પડ્યા હતા, હાથ પગ અને વાસાના ભાગે અને આંખ પાસે ઇજા ના કારણે અશરફભાઈ નું ઘટના સ્થળે મોત થયું હતું આ અંગે મરનાર અશરફભાઈ ના ભાઈ સિકંદર ભાઈ એ અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી પોતાના ભાઈ નું મોત નીપજ્યા ની ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનની શોધખોળ હાથ ધરી એએસઆઈ એમ આર રાડા એ તપાસ હાથ ધરી છે