Morbi,તા.06
રંગપર નજીક આવેલ કારખાનામાં કામ કરતા હાથ મશીનમાં આવી જતા ઢસડાય જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ૧૮ વર્ષના શ્રમિક યુવાનનું મોત થયું હતું
મોરબીના રંગપર જેતપર રોડ પર આવેલ સીમેનટો વિટ્રીફાઈડ કારખાનામાં રહીને કામ કરતા તુલશીરામ પ્રકાશભાઈ ગુર્જર (ઉ.વ.૧૮) નામના યુવાન કારખાનામાં કામ કરતા હતા ત્યારે હાથ મશીનમાં આવી જતા ઢસડાય જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે