પત્નીને તેડવા જતા પત્ની સહિતના સાસરિયાઓએ મુંઢ માર મારી, સુખેથી જીવવવા નહી દઈએ તેવી ધમકી આપી હતી
Junagadhતા. 7
રિસામણે ગયેલી પત્નીને તેડવા જતા યુવકને પત્ની સહિતના સાસરિયાઓએ મુંઢ માર મારી, સુખેથી જીવવવા નહી દઈએ તેવી ધમકી આપી, યુવકને મરવા મજબુર કરતા, યુવકે પોતે પોતાની મેળે એસીડ પી જતા સારવાર દરમ્યાન મરણ જતા, મરણ જનાર યુવકની પત્ની સહિતના સાસરિયાઓ સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કેશોદના અગતરાય ગામે રહેતા નીલેશભાઈ દાફડાની પત્ની જીજ્ઞાશાબેન લગ્ન પછી એક મહીનો સાસરે રહેલ બાદ, તેણી રીસામણે જતી રહેલી હોય, અને સમાધાન કરી તેડી જવા માટે રૂ. ૧૦,૦૦,૦૦૦ માંગતા હોય, જેથી નિલેશભાઈ તેની પત્ની જીજ્ઞાશાબેનને તેડવા કેશોદના પીપળી ગામે પત્નીના માવતરના ઘરે જતા, તેની પત્ની જીજ્ઞાશાબેન ડો/ઓ કાનાભાઈ રાવલીયા તથા કાનાભાઈ રાવલીયા અને કાજલબેન નીતીનભાઈ રાવલીયાએ નીલેશભાઈને મુઢ માર મારી, ત્રાસ ગુજારી, સુખેથી જીવવવા નહી દઈએ તેવી ધમકી અવાર નવાર આપી, નીલેશભાઈને મરવા મજબુર કરતા, નીલેશભાઈ એ પોતે પોતાની મેળે પોતાના ઘરે આરોપીઓના ત્રાસથી તા. ૨૬/૦૭/૨૫ ના રોજ એસીડ પી જતા, સારવાર દરમ્યાન તા. ૦૨/૦૮/૨૫ ના રોજ મરણ ગયા હોવાની કેશોદ પોલીસમાં કરમણભાઈ મનજીભાઈ દાફડા એ ફરિયાદ નોંધાવતા, પોલીસે મરણ જનાર નિલેશભાઈના પત્ની જીજ્ઞાશાબેન સહિત ૩ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.