પત્ની ને તેડવા જતી વેળાએ અકસ્માત સર્જાયો
Halvad,તા.28
મોરબી જિલ્લામાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે હળવદમાં રહેતો યુવાન 15 11 ના રોજ પત્નીને તેડવા મોટરસાયકલ લઇ જતો હતો ત્યારે ધવાણા ગામ પાસે મોટર સાયકલ થતા માથે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન આજે મોત નીપજતા ઘટના સ્થળે હળવદ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ગામે રહેતો અમિત જગદીશભાઈ કોપરણીયા ઉમર વર્ષ 29 વર્ષીય યુવાન ગત તારીખ 15 11 25 ના રોજ બપોરે 2:00 વાગે આસપાસ મોટર સાયકલ લઈને પત્નીને તેડવા ધવાણાગામથી કોંઢ ગામ તરફ મોટરસાયકલ જતો હતો ત્યારે બાઈક થતા માથે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનો આજે વહેલી સવારે મોત નીપજતા ઘટના સ્થળે હળવદ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે છ માસ પહેલા યુવકે દેરવટુથી લગ્ન કર્યા હતા અને ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો સંતાનમાં આગલા ઘરની એક પુત્રી એ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

