અકસ્માતે ઊંધા માથે પડેલા યુવાનનું બ્રેન હેમરેજે ભોગ લીધો
Rajkot,તા.11
શહેરના અંકુર નગર મેઈન રોડ પર આવેલ સીટી પ્લાઝા કોમ્પ્લેક્સ માં ગ્રીલિંગ નું કામ કરી રહેલા યુવાનનું અકસ્માતે નીચે પડી જતા માથામાં હેમરેજ થવાના કારણે મોત નીપજ્યાનો બનાવો નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ અંકુર નગર મેઇન રોડ સીટી પ્લાઝા કોમ્પલેક્ષ માં રહેતા અભિષેક ભાઈ ચંદુભાઈ કુવાડ 35 તારીખ ૮/૬ના રોજ સાંજે સાતેક વાગે સિટી કોમ્પલેક્ષના બીજા માળે ગ્રીલીંગ મશીનથી કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે ઉપરથી ઊંધે માથે પડતા માથામાં ગંભીર ઇજાના કારણે ઘટનાએ સ્થળે બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા, બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બે દિવસની સારવાર બાદ તારીખ 10 જૂન 1:00 વાગે અભિષેક કુવાડે આખો દીધી હતી અભિષેક સહિત કુટુંબમાં રહેતા હોય અને અપરણિત હોવાનું જાણવા મળ્યું છે આ અંગેની તપાસ માલવયા નગર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કે બી શેખલીયા ચલાવી રહ્યા છે