Morbi,તા.26
શહેરના રાજાવડલા રોડ પર અંધ અપંગ ગૌશાળામાં કામ કરતી વખતે ૧૯ વર્ષના યુવાન કોઈ કારણોસર બેભાન થઇ ગયા હતા અને યુવાનનું મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજાવડલા રોડ પર આવેલ અંધ અપંગ ગૌશાળામાં રહીને કામ કરતા સુરપાલ કેન્દ્રું શિંગાળ (ઉ.વ.૧૯) નામના યુવાન કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઇ જતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે