પાણી ભરતી વખતે શોર્ટથી બેભાન યુવાન ના મૃત્યુથી પરિવારને આઘાત
Rajkot,તા.19
શહેરના નાના મવા જય ભીમનગર માં પાણીની મોટર ચાલુ કરવા જતા શોર્ટ લાગવાથી શ્રમજીવી યુવાનનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ નાના મોવા જય ભીમ નગર માં શેરી પ્લોટ નંબર ચાર/ પાંચ ના ખૂણે રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા નરશી પાલાભાઈ રાઠોડ, ૩૦ પાણી ભરવા માટે ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા પ્લગમાંથી કરંટ લાગતા બેભાન થઈને ઢળી પડ્યો હતો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, ચાલુ સારવાર દરમિયાન તેનું મોડી સાંજે મોત નિપજ્યું હતું, અપરણીત નરશી રાઠોડ ના અકાળે મૃત્યુ એ પરિવારમાં કલ્પાંત મચાવી દીધું છે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ડીસી જોશી એ તપાસ હાથ ધરી છે