Morbi,તા.30
વાઘપર પીલુડી નજીક આવેલ કારખાનામાં રહીને કામ કરતા ૨૮ વર્ષના યુવાનને ઝાડા ઉલ્ટીની બીમારી હોવાથી સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના વાઘપર પીલુડી ગામની સીમમાં અવધ સ્ટોન કારખાનામાં કામ કરતા કિશન બબુ રાવત (ઉ.વ.૨૮) નામના યુવાનને ચાર પાંચ દિવસથી ઝાડા ઉલટીની બીમારી હતી અને તા. ૨૭ જુનના રોજ દશ વાગ્યે તબિયત વધુ બગડતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં સરકારી હોસ્પીટલના આઈસીયુ વોર્ડમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે