Morbi,તા.30
વાઘપર ગામની સીમમાં ખેતરના શેઢા પાસેથી ૩૧ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે
મૂળ બિહારના વતની અને હાલ વાઘપર ગામની સીમમાં આવેલ ઓધવ માઈક્રોન કારખાનામાં રહીને કામ કરતા અનીલ જગરનાથ યાદવ (ઉ.વ.૩૧) નામના યુવાનનો મૃતદેહ વાઘપર ગામની સીમમાં ખેતરના શેઢે વોકળા કાંઠેથી મળી આવ્યો હતો યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે