Jamnagar તા ૨૭,
જામનગર શહેરના અંબર સિનેમા સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં એક ઓફિસમાં વીજ વાયરીંગ નું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ત્યાં કામ કરી રહેલા અમદાવાદના એક યુવાનને વિજ આંચકો લાગતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા ની સામે આવેલી નિયો એન્ટ્રી બિલ્ડીંગ માં ૧૧૬ નંબરની ઓફિસમાં ફર્નિચર અને ઇલેક્ટ્રિક નું કામ ચાલી રહ્યું હતું, જે સ્થળે અમદાવાદના વતની હિતેન્દ્ર રણછોડભાઈ વસોયા નામનો યુવાન વીજ વાયરીંગ નું
કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને વીજ આંચકો લાગતાં બેશુદ્ધ બન્યો હતો હતા.
જેને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવાયો હતોઝ પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને વિજ આંચકા થી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે.
આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો,4 અને મૃતક યુવાન નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.