બેડલાની યુવતી નું ઝેરી જનાવર કરડી જતા અને રતનપરની મહિલાનું બેભાન અવસ્થામાં મોત
Rajkot,તા.17
રાજકોટ શહેર પંથક માં યમરાજાના ધામા હોય તેમ અપમૃત્યુના ત્રણ બનાવમાં ગળે ફાંસો ખાય યુવાને જીવાદોરી ટૂંકાવી દીધાની જેમ જ બેડલાની યુવતી નું ઝેરી જનાવર કરડી જતા અને રતનપરની મહિલાનો બેભાન અવસ્થામાં મોત નીપજ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે ગોવિંદ નગર બે માં રહેતા અને છૂટક કામ કરતા કિશન લાલજીભાઈ જાદવ 28 એ ગઈકાલે સાંજે પોતાના ઘેર જ રૂમ બંધ કરી છતપર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક પરિવારજનોએ 108 બોલાવતા ફરજ પરની તબીબ ટીમે કિશન જાદવને મૃત જાહેર કર્યો હતો, અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેવાના આ બનાવવામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ વી વી જાડેજા એ તપાસ હાથ ધરી છે.
બેડલા ગામે વાડીએ રહેતા ભાનુબેન ભરતભાઈ ગોહેલ 43 ગઈકાલે સવારે વાડીએ હતા ત્યારે ઝેરી જીવજંતુ કરડી જતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ચાલુ સાર વાર દરમિયાન મોત નીપજતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમબી મિસ્ત્રી એ તપાસ હાથ ધરી છે ત્યારે કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં આવેલ રતનપર ગામના જોસનાબેન ત્રીકમભાઈ ચૌહાણ 45 રામધામ સોસાયટી માં ઘેર હતા ત્યારે સાંજે 7:00 વાગે અચાનક બે ભાન થઈ જતા ઈમરજન્સી વોર્ડમાં લાવતા મોડી સાંજે મૃત્યુ પામ્યા હતા આ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એલએસ મહાજને તપાસ હાથ ધરી છે