Jamnagar ૨૦
જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતા કુલદીપ સિંહ દિલીપ સિંહ દેદા નામનો ૨૩ વર્ષનો યુવાન ૧૮મી તારીખે સાંજે પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી એકાએક લાપત્તા બની ગયો છે. તેની અનેક સ્થળોપર શોધ ખોળ કર્યા છતાં પણ કોઈ પત્તો લાગ્યો ન હતો.
આથી પરિવારજનો દ્વારા મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં મેઘપરના એ.એસ.આઈ. વી.સી. જાડેજા તેની શોધખોળ કરી રહ્યા છે. ગૂમ થનાર પોતાના ડોક્યુમેન્ટ પણ સાથે લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.