Morbi,તા.26
લુણસરીયા રેલ્વે ફાટક નજીક બાઈક લઈને યુવાન જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા માથામાં ઈજા પહોંચતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું છે
વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રહેતા સલીમ વલીમામદ મુરડે (ઉ.વ.૩૮) નામના યુવાન ગત તા. ૨૫ માર્ચના રોજ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે લુણસરીયા ફાટક પાસે બાઈક સ્લીપ થતા માથામાં ઈજા પહોંચતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે