Morbi,તા.17
મોરબીમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે કોઈને કોઈ કારણોસર યુવાનો સહિતના આયખું ટૂંકાવી લેતા હોય છે જેમાં સામાકાંઠે સો ઓરડીમાં રહેતા 30 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સો ઓરડીમાં રહેતા કિશન દિનેશભાઈ છેલાણીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૧૬ ના રોજ સાંજના સમયે પોતાના મકાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તાપસ ચલાવી છે