Junagadh,તા.25
સસ્તા ભાવે જેસીબી લેવા જતા પાટણવાવના યુવકે 11 લાખ ગુમાવતા જુનાગઢના ત્રણ શખ્સો સામે સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ધોરાજીના મોણીનાથ બાપુ આશ્રમ પાસે આંબેડકર નગર પાટણવાવ ખાતે રહેતા ફરીયાદી પ્રકાશભાઈ ભુપતભાઈ રાણવા (ઉ.30)એ આરોપીઓ મુન્ના મીર, નદીમ મુન્ના મીર અને કાના હરી ચૌહાણ રે. જુનાગઢ વાળાઓ સામે છેતરપીંડી કરવાના ઈરાદે સસ્તામાં જેસીબી આપવાની ખોટી લાલચ આપી વિશ્વાસમાં લઈ પ્રકાશભાઈ રાણવા પાસેથી કુલ રૂા.11,05,000 લઈ લીધેલ જેમાં આજ દિન સુધી જેસીબી તેમજ ફરીયાદીએ આપેલ રૂપિયા પરત નહીં આપતા ફરીયાદી પ્રકાશભાઈ રાણવાને આરોપી મુન્ના મીર, નદીમ મુન્નો મીરની મધુર ગેઈટ પાસે આવેલ તેની ઓફીસે જેસીબી તથા જેસીબી ખરીદવા આપેલ રૂપિયા બાબતે વાતચીત કરવા જતા આ કામના આરોપી મુન્ના મીર અને નદીમ મુન્ના મીરએ ઝગડો કરી જ્ઞાતીપ્રત્યે હડધૂત કરી તું ખાલી ગટર સાફ કરવામાં જ હાલ, જ્ઞાતિ પ્રત્યે જેમ ફાવે તેમ ગાળો આપી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રકાશ ભુપતભાઈ રાઠવાને જીવતો જવા દેવાની શરતે પ્રકાશભાઈ પાસે રહેલા રોકડ રૂા.25,200 બળજબરી પૂર્વક કઢાવી લીધાની સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા એસસી એસટી સેલના ના.પો. અધિકારી રવિરાજસિંહ પરમારે તપાસ હાથ ધરી છે.