Morbi,તા.01
ઓનલાઈન ખરીદીની સાથે ઓનલાઈન ચીટીંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે છાશવારે ઓનલાઈન ખરીદીના નામે છેતરપીંડીના બનાવો સામે આવતા હોય છે જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામના યુવાને ઓનલાઈન કુર્તી ખરીદી માટે ઓર્ડર આપી એડવાન્સ ૧૫ હજાર રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું બાદમાં એક જુનું ફોર્મલ પેન્ટ પાર્સલમાં મોકલતા રૂ. ૧૫ હજારની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (ઉ.વ.૩૧) નામના યુવાને મોબાઈલ નંબર ૭૦૪૧૪ ૫૯૫૯૬ અથવા UPI ID ૬૩૫૯૭ ૭૧૮૮૫@ એક્સીસ બેંક ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઈન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદી કરવા સચ કરતા આરોપીએ મોબાઈલમાં વોટ્સએપ મેસેજ કરી AN TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તી ખરીદી બાબતે વાતચીત કરી એક કુર્તીના રૂપિયા ૧૫૦ ભાવ નક્કી કરીને ૧૦૦ કુર્તીનો ઓર્ડર લખાવ્યો હતો અને આરોપીએ સ્કેનર મોકલી રૂ ૧૫,૦૦૦ રૂપિયા યુપીઆઈ આઈડીમાં ઓનલાઈન એડવાન્સ પેમેન્ટ મેળવી લીધું હતું બાદમાં ફરિયાદીએ આપેલ ઓર્ડર મુજબ કુર્તીઓ નહિ મોકલી પાર્સલમાં એક જુનું ફોર્મલ પેન્ટ મોકલી ફરિયાદી સાથે છેતરપીંડી કરી રૂ ૧૫ હજાર ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધાનું જણાવ્યું છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી