Morbi,તા.07
મોરબીના જુના ઘૂટું રોડ પરથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ઈનોવા કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેથી બાઈક ચાલક યુવાન પડી જતા ઈજા પહોંચી હતી
મોરબીના ઘૂટું ગામે રહેતા વેલજીભાઈ નવઘણભાઈ કરોતરાએ ઈનોવા કાર જીજે ૩૬ એસી ૪૮૦૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો નાથાભાઈ વેલજીભાઈ કરોતરા (ઉ.વ.૧૯) વાળો બાઈક જીજે ૩૬ એમ ૯૮૬૧ લઈને જુના ઘૂટું રોડ પરથી જતો હતો ત્યારે પાછળથી આવતી ઈનોવા કાર જીજે ૩૬ એસી ૪૮૦૭ ના ચાલકે બાઈકને હડફેટે લઈને નાથાભાઈને પછાડી દીધો હતો અકસ્માતમાં નાથાભાઈને ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે