પેટ્રોલ પંપ માં નોકરી કરનાર યુવાનને મધ્યરાત્રે લોહી લુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાયો
Rajkot,તા.31
શહેરના ભગવતી પરા માં મોડી રાત્રે ઘર પાસે જાહેરમાં દારૂ મહેફિલ કરનારાઓને ટપારનાર યુવકને ઝઘડો કરી પડખામાં છરી હુંલાવી દેવાના બનાવમાં યુવકને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ભગવતી પરા નંદનવન સોસાયટીમાં રહેતા અસલમ મહેબુબભાઇ બેલીમ૩૬ તેના ઘર પાસે હતો ત્યારે રાત્રે ૧૧ વાગે નંદનવન સોસાયટીમાં જ રહેતા એજાજ ફકીર એ ઝઘડો કરી અસલમ પર હુમલો કરી પડખાના ભાગે છરી હુલાવી દીધી હતી, અસલમને લોહી લુહાણ હાલતમાં સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અસલમ ના રીક્ષા ચાલક પિતા મહેબૂબ ભાઈએ જણાવ્યું હતું કે અસલમ પર હુમલો કરનાર અને તેના સાગરીતો ઘર સામે દારૂની મહેફિલ કરતા હોય તે અંગે થયેલી માથાકૂટનું મનદુખ રાખી હુમલો થયો હતો. અસલમ પેટ્રોલ પંપ માં નોકરી કરે છે અને બે બાળકોનો પિતા છે નંદનવન સોસાયટીમાં રોજ રાત્રે આવારાગીર્દી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે