Surendaranagar, તા.3
ધજાળા ગામે રહેતા સંજયભાઈ મનસુખભાઈ સરવૈયા સાઉન્ડ સિસ્ટમ તથા લાઈટ ડેકોરેશનનો ધંધો કરે છે. સંજયભાઈના દાદાના દીકરા રાહુલભાઈ છનાભાઈ સરવૈયાએ સંજયભાઈ ઉર્ફે ડાયાની બહેન સાથે 2 મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. જેનું મન દુઃખ રાખીને 29 ઓક્ટોબરના રોજ નવાગામ બાવળીયા ગામે આમ આદમી પાર્ટીની મિટીંગનો પ્રચાર કરવા માટે ડીજે લગાવીને ગયેલા સંજયભાઈ સરવૈયાની ગાડી બજારેથી પસાર થતાં પથ્થરમારો કરાયો હતો.
આગળ સાંકડા રસ્તાને કારણે પીકઅપ વાહન ઉભુ રાખતા સંજય ઉર્ફે ડાયો ભનુભાઈ સાપરાના હાથમાં ધારીયુ તેમજ અક્ષયભાઈના હાથમાં લોખંડનો પાઇપ અને તેમની માતા મધુબેન લાકડી લઈને દોડી આવીને ગાડી લઈને અમારા ગામમાં કેમ આવો છો તેમ કહી બોલાચાલી કરી હતી. ઉશ્કેરાઈને સંજયભાઈએ ધારિયાનો ઘા સંજયભાઈને માર્યો હતો.
આ દરમિયાન મધુભાઈને લાકડી અને અક્ષયભાઈએ લોખંડનો પાઇપ મારી પરિવાર ગામમાં આવીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત સંજયભાઈને સાયલા દવાખાનેથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ બાબતે ધજાળા પોલીસે 1 મહિલા સહિત 3 સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

