Junagadh તા.2
જુનાગઢના ભરચકક ગણાતા પંચહાટડી ચોકમાં આવેલ હેન્ડીક્રાફટની દુકાનનાં ગલ્લામાંથી રોકડ રૂા.60 હજારની રોકડ રકમની ચોરી કરી નાસી ગયેલ 18 વર્ષના યુવાનને સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામેલ.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને પોલીસ નિરીક્ષક સુબોધ ઓડેદરાએ તાકીદ કરતાં ના.પોલીસ અધિકારી હીતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે એ ડીવીઝન પીઆઈ આર.કે.પરમાર અને સ્ટાફે સર્વેલન્સ સ્કવોડની મદદથી ફરિયાદી મનીષભાઈ ભરતભાઈ ચંદારાણાની પવિત્ર હેન્ડીક્રાફટની દુકાનના સીસીટીવી કેમેરાના આધારે થેલીમાં રોકડ રૂા.60 હજાર લઈને જતા કાયદાના સંઘર્ષમાં આવેલા માણાવદરના એક કીશોર મળી આવેલ જેના પિતાને જુનાગઢ સાથે લાવી તમામ નાણા કબ્જે કર્યા હતા. વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ પરમારે હાથ ધરી છે.