વાંકાનેર ના યુવાનને લોહી લુહાણ હાલતમાં દવાખાને ખસેડાયો.
Rajkot,તા.28
રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ મથકની હદમાં આવેલ પોપટ પરામાં ચોરી કરવાના ઈરાદે રખડતા વાંકાનેર નવાપરા ના યુવાનને અજાણ્યા શકસોએ પાઇપથી હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યો હતો, આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ભલુભાઈ વિકાણી ૨૨ ને રાત્રે ૧૨/૩૦વાગ્યે પોપટ પરામાં અજાણ્યા લોકો એ પાઇપ વડે માર મારતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, નવઘણ એ પોતે કબૂલ કર્યું હતું કે પોતે પોપટ પરામાં ચોરી કરવાના ઇરાદે આટા મારતો હોય અજાણ્યા શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો નવઘણને સિવિલ હોસ્પિટલમાં સર્જરી વોર્ડમાં દાખલ કરેલ છે .