Rajkot,તા.03
રાજકોટ તાલુકા પોલીસ મથક ની હદમાં આવેલ તપન હાઇટ ની બાજુમાં નવું બની રહેલ બિલ્ડીંગમાં ફર્નિચરનું કામ કરતા યુવાનનું હૃદય રોગના હુમલા થી સાઇટ પર મોત નીપજ્યું હતું આ અંગે પ્રાપ્ત વિગત મુજબ તપન હાઇટ ની બાજુમાં નવા બની રહેલા બિલ્ડીંગમાં ફર્નિચરનું કામ કરતા અને ભવનાથ પાર્ક શેરી નંબર બે ઓમ નગરમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ વરમોરા ૪૭ ગઈકાલે નવા બિલ્ડીંગમાં ફર્નિચરનું કામ કરતા હતા ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા.બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર મળે તે પહેલા તબીબો એ મૃત જાહેર કર્યા હતા અંગે તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ડીસી જોષીએ હાથ ધરેલી તપાસમાં યુવાનનું સિવિયર હાર્ટ અટેક થી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું