નેપાલી યુવાન તાવ ની દવા લેવા જતો તો ને રસ્તામાં આંબી ગયો “કાળ’
Jetpur,તા.03
જેતપુર નજીક ખીરસરા રોડ પર ગઈકાલે સમી સાંજે બાઇક હડફેટે ગંભીર રીતે ગવાયેલા નેપાલી યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં રહી મીનુ સાડી કારખાનામાં રંગાર તરીકે કામ કરતા મૂળ નેપાલના અને જેતપુરમાં રહેતા સાધુ મલાર ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે તાવની દવા લેવા જતો હતો ત્યારે ખીરસરા રોડ પર બાઈક નંબરજી જે ૩ જે કે ૭૪૧૫એ હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સાધુ મલારનું રાજકોટ સિવિલમાં સારવાર મળે તે પહેલા જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. આ બનાવ અંગે મૃતક ના મિત્ર મૂળ નેપાલના કમલેશ રાજમલ ધોબી એ મોટરસાયકલ ચાલક મેહુલ ચેતન ગોહિલ રહે જેતપુરના થાણા ગાલોલ ગામ વાળા વિરુદ્ધ થી મોટરસાયકલ ચલાવી પોતાના મિત્ર સાધુ મલા નું મોત ની ફરિયાદ નોંધાવી છે