Morbi,તા.15
રેલ્વે સ્ટેશન રોડ પરથી યુવાન ચાલીને પગપાળા જતો હતો ત્યારે પુરઝડપે જતા ઇકો કારના ચાલકે યુવાનને ઠોકર મારી હતી જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર મિલ કોલોની સોસાયટીમાં રહેતા શહેબાઝ મેહબૂબ બુખારી નામના ૨૮ વર્ષના યુવાને ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે શહેબાઝ ગત તા. ૧૨ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે રેલ્વે સ્ટેશન રોડ પરથી ચાલીને જતો હતો ત્યારે સામેથી આવતી ઇકો જીજે ૩૬ એફ ૩૭૯૬ ના ચાલકે યુવાનને ભટકાડી અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદી શહેબાઝને છાતી અને કમરના ભાગે ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ઇકો કારચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે