શરાબી પતિ માર્ કૂટ કરતો હોવાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી: પરિવારજનોનો હત્યાના આક્ષેપ
Rajkot,તા.13
પ્રેમ લગ્નનો કરુણ અંજામ…. જેવા એક બનાવમાં હજુ છ મહિના પહેલા જ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમી ના જીવનભરના સાથ ના વચન પર વિશ્વાસ કરી પ્રેમ લગ્ન કરનાર નવોઢાએ ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધા ના બનાવમાં યુવતીના પિતાએ પોતાની દીકરીએ આપઘાત નહીં પરંતુ સાસરિયાઓએ ગળે ફાંસો દઈ મોતને ઘાટ ઉતારી દીધાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર મફતિયાપરા નજીક ઇન્દિરા નગરમાં રહેતી વૈશાલીબેન જયદીપભાઇ રાઠોડ ૨૦, એ ગઈકાલે તા,૧૨ના રોજ રાત્રે ૯વાગે પોતાના ઘરમાં જ પંખામાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાય લેતા બેભાન હાલતમાં પરિવારજનોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જોકે વૈશાલીબેન ને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
યુનિવર્સિટી પોલીસ દ્વારા હાથ કરેલી આપઘાતની પ્રારંભિક તપાસમાં મૂર્તક વૈશાલીબેન ત્રણ બહેન અને એક ભાઈમાં વચેટ હતી, પિતા સહિત પરિવારજનો મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે અને વૈશાલી એ છ મહિના પહેલા પોતાની પસંદથી જયદીપરાઠોડ સાથે લવ મેરેજ કર્યા હતા, પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે વૈશાલી નો પતિ જયદીપ દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને વારંવાર વૈશાલીને મારકૂટ કરતો હોવાની અવારનવાર ફરિયાદ ઉઠી હતી, દરમિયાન વૈશાલીના આત્મહત્યા ના મામલે તેના પિતા ગિરીશભાઈ વશરામભાઈ મકવાણા એ આક્ષેપ કર્યો હતો કે વૈશાલી જયદીપ સાથે પ્રેમમાં પડી હતી જયદીપ દારૂ પીવે છે અને તેણે વૈશાલીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરી લીધા હતા. જયદીપ અને તેના પરિવારજનો વૈશાલીને અવારનવાર મારઝૂડ કરતાં હતા અને તેની પુત્રીએ ગળે ફાંસો ખાય આત્મહત્યા નહીં પરંતુ તેને ગળે ફાંસો દઈ મોતને ઘાટ ઉતારી હોવાનો પિતા ગીરીશભાઈએ આક્ષેપકરતા યુનિવર્સિટી પોલીસે આપઘાતની સાથે સાથે હત્યાના આક્ષેપ ની દિશામાં તપાસ હાથ ધરી છે.
બનાવની કરુણતા એ છે કે હજુ છ મહિના પહેલા જ આંખોમાં સપના સાથે વૈશાલી એ પરિવારજનોની ના મરજી ની પરવા કરવા કર્યા વગર જયદીપ સાથે વિશ્વાસે લગન કરી લીધા હતા આમ પ્રેમ લગ્ન બાદ છ મહિનામાં જ વૈશાલી ના અપમૃત્યુ એ પરિવારમાં ભારે શોક છવાયો છે આગે ગાંધીગ્રામ બે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ના એએસઆઇ એચ જે જોગડાએ તપાસ હાથ ધરી છે