દંપતી વચ્ચે થયેલી માથાકૂટ માં પાડોશીએ ખાર રાખી શ્રમિક ને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
Rajkot,તા.23
શહેરના કાલાવડ રોડ પર આવેલા હોટલ પાસે આંબેડકર નગર શેરી નંબર 4 માં દંપતી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી નો ખાર રાખી પાડોશી યુવાન પર માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી અને ધમકી તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા અંગેની સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા એસ.ટી એસસી સેલ દ્વારા તપાસ નો ધમધમાટ આદરીઓ છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલી સોટલ પાસે આંબેડકર નગર માં રહેતા વિનુભાઈ ઘેલાભાઈ પરમાર એ માનવ બ્રહ્માણી નામના શખ્સે ટીવી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિનુભાઈ પરમાર અને તેના પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલી હોય જે બાબતે આ કામના માનવ બ્રહ્માણી ને ફરિયાદી વિનુ પરમાર સાથે બોલાચાલી કરી કરીને ઢીકાપાટો અને ટીવી વડે ભાષાના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે માનવ બ્રહ્માણી સામે મારામારી એટ્રોસિટી અને જ્ઞાતિ વિશે અડધું જ કર્યા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ટી એસસી સેલના એસીપી ચિંતન પટેલ સહિતના સ્ટાફ દ્વારા ચલાવી રહ્યા છે.