જૂની અદાવતનો ખાર રાખીને માર મરાયો
Rajkot,તા.13
પડધરીના ગીતાનગર સો વારીયા પ્લોટમાં રહેતા યુવાન પર અગાઉના મનદુખે મારામારીના બનાવમાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર પડધરીના ગીતા નગર સો વારીયા પ્લોટમાં રહેતા જગદીશભાઈ સોલંકી(ઉ.વ.૨૭) ગઈકાલે શાક માર્કેટમાં હતા. ત્યારે જુના ઝગડાનું મન દુખ રાખી દેવરાજભાઈ કાનાભાઈએ ઝઘડો કરી ધોકા વડે મારતા પ્રથમ પડધરી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ ઈજાગ્રસ્ત જગદીશભાઈ સોલંકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.