યુવકના મોતથી પરિવારમાં અરેરાટી, કારણ અકબંધ
Rajkot,તા.28
શહેરના ભક્તિનગર પોલીસ મથક ની હદમાં આવેલ આનંદનગર ૩૦૮ માં રહેતા ગઢવી યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.અંગે પ્રાપ્ત વિગતો મુજબ આનંદ નગર ક્વોટર માં રહેતા કરણભાઈ હિતેશભાઈ ગઢવી 22 વર્ષીય યુવાનેએ ઘરમાં જ ઝેરી દવા પી લેતા પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સવાર માટે મેડીકેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં જેનું મોડી રાતે તેનું મૃત્યું હતું.આ બનાવની જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ જે જે ગોહિલ સહિત સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.