Morbi,તા.27
પંચાસર રોડ પર મયુર ડેરી નજીક ડબલ સવારી બાઈક ખુંટીયા સાથે અથડાતા બાઈકમાં પાછળ બેસેલ યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને બાઈક ચાલકને ઈજા પહોંચી હતી
મોરબીના પંચાસર ગામે રહેતા કેકડીયાભાઈ ઉકાભાઈ પસાયાએ આરોપી બાઈક ચાલક વિજયસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનું બાઈક પુરઝડપે ચલાવી પંચાસર રોડ પર મયુર ડેરી પાસે ખૂટીયા સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા રવીનને માથાના ભાગે અને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઓટ થયું હતું અને આરોપી બાઈક ચાલકને હાથમાં ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે