Morbi,તા.18
માણાબા ગામના તળાવમાં ડૂબી જતા ૩૧ વર્ષના યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
મૂળ દાહોદના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા બળવંત કેશરાભાઈ બારીયા (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૧૭ ના રોજ માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા જતા અકસ્માતે પાણીમાં ડૂબી જતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે