Morbi,તા.01
રાણેકપર ગામ નજીક બે મિત્ર બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ જનાવર આડું ઉતરતા બાઈક સાથે ભટકાતા બંને મિત્રો બાઈક સહીત પડી જતા પાછળ બેસેલ ૧૫ વર્ષના સગીરનું મોત થયું હતું
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જુના ઢુવા ગામનો રહેવાસી દીપક ઉર્ફે દીપુ રણજીત સાગઠીયા (ઉ.વ.૧૫) અને તેનો મિત્ર કિશન બંને બાઈક લઈને ઘરે પરત આવતા હતા બાઈક કિશન ચલાવતો હતો અને દીપક પાછળ બેઠો હતો રાણેકપર બાપા સીતારામ મઢુલી પાસે પહોંચતા કોઈ અજાણ્યું જનાવર આડું ઉતરી બાઈક સાથે ભટકાતા બંને મિત્રો બાઈક સહીત રોડ પર પડી જતા દીપકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે