Junagadh તા.5
જુનાગઢ ટાઉન હોલના સ્વીમીંગ પુલમાં યુવાનનું પાણીમાં ડુબી જતા મોત થયું હતું. જુનાગઢ રહેતા અરવિંદભાઈ જયંતિભાઈ (ઉ.20) ગત તા.3-11-25ની સાંજે 6 કલાકે જુનાગઢ મનપા સંચાલિત ટાઉન હોલ પાછળના સ્વીમીંગ પુલમાં નહાવા ગયેલ ત્યારે તેમને તરતા ઓછું આવડતું હોય જેના કારણે પાણીમાં ડુબી જતા મોત નોંધાયું હતું.
મનપા દ્વારા કોઈ તરવૈયા કે અન્ય સ્ટાફ ન હોવાના કારણે યુવાને જીવ ખોવાનો વારો આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે આ અંગે એ ડીવીઝન પોલીસમાં મોતીભાઈ નાથાભાઈ બામભરીયા (ઉ.50) રે. પલાસવા વાળાએ જાણ કરતા પીએસઆઈ વાય.એન. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
વૃધ્ધાનું મોત
જુનાગઢ કાશી વિશ્વનાથ સોસાયટી બ્લોક નં.14માં રહેતા વૃધ્ધા નર્મદાબેન નરોતમભાઈ જેઠવા (ઉ.71)ને અલગ અલગ બીમારીથી કંટાળી જઈ એસીડ પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું.
સગીરનું મોત
મુળ સાખવા હાલ ગલીયાવાડ (જુનાગઢ) રહેતા દીક્ષીતભાઈ ગોવિંદભાઈ ડાકી (ઉ.15) ગત તા.2-11ના બપોરના ગલીયાવાડ ગામે ખડમાં છાંટવાની ઝેરી બોટલ ખોલતા તેની પીચકારી દીક્ષીતના મોઢામાં જતા તેની ઝેરી અસર થતા સારવાર દરમ્યાન મોત નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવાનનું મોત
મુળ એમપીના ઈન્દોર જીલ્લાના દેવાંશ તાલુકાના મહાતમોર ગામના રહીશ હાલ મેવાસા (બીલખા) કલ્પેશભાઈની વાડીએ રહી મજુરી કામ કરતા રાજુ રૂપસિંહ નીરાળે (ઉ.36)એ ગત તા.31-10ની રાત્રીના ધીરૂભાઈ લુણાગરીયાની વાડીએ ઘાંસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાતા બીલખા પોલીસે તપાસ હાથ ધરી છે.

