Morbi,તા.17
સજનપર ગામથી હડમતીયા તરફના રોડ પર ત્રિપલ સવારી બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક ૧૯ વર્ષના યુવાનનું મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ નવા અમરાપર વાડીમાં રહેતા રમેશભાઈ ધુલિયાભાઈ બામણીયા (ઉ.વ.૧૯) નામના યુવાન પોતાનું બાઈક લઈને ત્રિપલ સવારીમાં સજનપર ગામથી હડમતીયા તરફના રોડ કેનાલથી આગળ પહોંચતા રોડની સાઈડમાં કપચીમાં સ્લીપ ખાઈ જતા લોખંડ બોર્ડ સાથે ભટકાઈ જતા ધસડાઇને જમીન પર પડતા રમેશભાઈ બામણીયાને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને બાઈક સવાર અન્યને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે