યુવકના મોતથી સાત સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Jamnagar,તા.04
માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોતનું કારણ બનતા છકડા રીક્ષા ની પલટીમાં જામખંભાળિયાના શ્રમજીવી યુવાનનું મોત નિપજતા સાત સાત બાળકોએ પિતા ની છત્રછાયા ગુમાવી છે,આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જામખંભાળિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સોનલ માતા ના મંદિર પાસે ગઈકાલે બપોરના અઢી વાગ્યા ના સુમારે પૂરપાટ ઝડપે દોડતા મનસુખભાઈ ના છકડાએ પલટી ખાઈ જતા જામખંભાળિયાના ઘસેડીયા પીરની દરગાહ પાસે રહેતા અને છૂટક મજૂરી કરતા દેવીપુજક યુવાન નાનુભાઈ બાબુભાઈ વઢીયારા ૩૫ ને ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયો હતો તેને પ્રથમ જામ ખંભાળિયા સરકારી હોસ્પિટલ, ત્યારબાદ જામનગર અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા તારીખ ૨/૫ ના રોજ સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું,
અકસ્માતનો ભોગ બનેલ નાનુભાઈ ભંગાર અને છૂટક મજૂરીનું કામ કરતો હોય સંતાનમાં પાંચ પુત્રીઓ અને બે પુત્ર મળી સાત બાળકો હોય ગઈકાલે નાનુભાઈ ને તેના મિત્રો ભંગારના જવાનું કહી લઈ ગયા બાદ અકસ્માતના સમાચાર આવ્યા હતા રાધનપુર ના વતની વર્ષોથી જામખંભાળિયામાં વસી રહ્યા હોવાનું અને નાનુભાઈ ચાર ભાઈ એક બહેન માં ત્રીજા નંબરના હતા આ બનાવ અને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે