Junagadh તા.2
જુનાગઢના એ ડીવીઝન હદના પંચહાટડી ચોકમાં આવેલી દુકાનમાંથી બે અજાણ્યા છોકરાઓ નજર ચુકવી ગલ્લામાંથી રૂા.60 હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે.
ગત તા.30-8-25ના સાંજના સમયે પંચહાટડી ચોકમાં આવેલ આશીર્વાદ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા મનીષભાઈ ભરતભાઈ ચંદારાણા (ઉ.45) રે.જવાહર રોડ ઓમકાર નંદા એપાર્ટમેન્ટમાં રહેતા હોય તેમની દુકાને બે અજાણ્યા છોકરા ઉમર આશરે 18થી 20 વર્ષનાઓએ નજર ચુકવી રોકડ રૂા.60,000ની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસ ઈન્સ્પેકટર ડી.બી. જોષીએ તપાસ હાથ ધરી છે.
ખલીલપુર રોડ પર 18 વર્ષના યુવાન પાસે આરોપીએ હોય તે આપી દેવાનું કહી માર મારી 150 રોકડ-મોબાઈલની લૂંટ કરી બી ડીવીઝનમાં ખાડીયાના શખ્સ સામે જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ થયેલ.
જુનાગઢના પ્રદિપના ખાડીયા બોર્ડીંગવાસમાં રહેતો યશભાઈ કાળાભાઈ મકવાણા (ઉ.18) ગત તા.30/8ની રાત્રીના ખલીલપુર રોડ કૈલાસ ફાર્મ પાસે હતો ત્યારે આરોપી પ્રદીપના ખાડીયા બોર્ડીંગવાસમાં જ રહેતો ગૌરવ ઉર્ફે ગભરૂ સોલંકીએ યશને કહેલ કે તારી પાસે રૂપિયાઓ હોય તે આપી દે જેની ના પાડતા આરોપી ગૌરવે ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી ઢોર માર મારી ખીસ્સામાંથી રૂા.150ની લૂંટ કરી વીવો કંપનીનો ફોન પણ લૂંટી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એસ.કે. મહેતાએ તપાસ હાથ ધરી છે.