Morbi,તા.19
રોહીદાસપરા વિસ્તારમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે ત્રણ ઇસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વિસીપરા રોહીદાસપરા શેરી નં ૫ માં રહેતા અનિલભાઈ મનોજભાઈ ચૌહાણ (ઉ.વ.૨૪) નામના યુવાને આરોપીઓ શિવમભાઈ રબારી, હીરાભાઈ રબારી અને પૃથ્વીરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અનિલે આરોપી શિવમ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને દર માસે વ્યાજની ચુકવણી કરતો હતો પરંતુ છ-સાત માસથી વ્યાજના રૂપિયા પુરા ચૂકવી શક્યો નહિ જેથી આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવી વ્યાજના પૈસાની માંગણી કરી હતી અને યુવાને સગવડ ના હોવાનું જણાવતા ઉશ્કેરાઈ ગયા હતા
આરોપીઓએ યુવાનને ગાળો આપી બે ત્રણ જાપટ મારી તેમજ ઢીકા પાટું માર માર્યો હતો અને છરી વડે પેટના ભાગે પડખા અને વાસાના ભાગે ઘા મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે