વર્ષો જુના કબજા વાળી પરિવારની ખેતીની જમીન ખાલી કરવા નોટિસ મળતા રીક્ષા ચાલક યુવાને પગલું ભર્યું..
Rajkot,તા.23
રાજકોટ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ મોટા મવા કરણ પાર્ટી પ્લોટ વાળી શેરીમાં રહેતા રિક્ષા ચાલક પરિવારને કબજા વાળી જમીન ખાલી કરવા મામલતદારની નોટિસ મળતા ફિનાઈલ પી લીધું હતું.કરણ પાર્ટી પ્લોટ વાળી ગલીમાં રહેતા લલીતભાઈ હરિભાઈ પરમાર 40 એ ઘેર જ ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.પારિવારિક સૂત્રો માંથી મળતી વિગત મુજબ લલીતભાઈ પરમાર નો પરિવાર મોટા મવા કરણપાર્ટી પ્લોટ વાળી શેરી નજીક ની જમીનમાં ખેતી કરે છે ,છ એકર જેટલી જમીન ખાલી કરવા મામલતદાર કચેરીની નોટિસ મળતા ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે લલીતભાઈ સાત ભાઈ માં સૌથી નાના અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે અને તેની માતા કંકુબેન હરિભાઈ પરમાર ની આ જમીન હોવાનો પરિવાર દાવો કરે છે, હાલ લલિતભાઈ ની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું