યૂટ્યુબ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે વીડિયો એડ સ્કિપ કરવા માટે જે બટન આવતું હતું, તેને હટાવી દેવામાં આવ્યું છે. ગૂગલ હાલમાં તેની દરેક સર્વિસમાં બદલાવ કરી રહ્યું છે. આ બદલાવ દરેક સેગમેન્ટમાં જોવા મળી રહ્યા છે. આથી એડ્સમાં પણ હવે બદલાવ આવ્યો છે અને યૂઝર્સનું કહેવુ છે કે ગૂગલ દ્વારા બટનને કાઢી નાખવામાં આવ્યું છે.
વેબસાઇટની સાથે મોબાઇલ પર પણ અસર
ગૂગલ દ્વારા વેબસાઇટની સાથે-સાથે મોબાઇલ એપ્લિકેશનમાંથી પણ એડ્સને સ્કિપ કરવા માટેનું બટન કાઢી નાખ્યું હોવાની ચર્ચા છે. સોશિયલ મીડિયા પર આ બદલાવને કારણે યૂઝર્સ નારાજ છે. ઘણા લોકો કહીં રહ્યા છે કે એડ્સનું પ્રમાણ વધી ગયું છે અને હવે એને સ્કિપ કરવા માટેનું બટન પણ દૂર કરી દેવામાં આવ્યું છે.

શું કહ્યું ગૂગલે?
આ ચર્ચાઓને લઈને યૂટ્યુબ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું કે, ‘યૂટ્યુબ દ્વારા સ્કિપ બટનને હાઇડ કરવામાં આવ્યું નથી. એડ્સ સ્કિપ કરી શકાય એવી હોય ત્યારે તે બટન ઓટોમેટિક પાંચ સેકન્ડ્સ પછી આવી જશે. જો કે, જે એડ્સ જોવી જ પડશે તે એમા આ બટન દેખાશે નહીં. એડ્સને પણ યૂઝર્સ સારી રીતે જોઈ શકે તે માટે, વીડિયોમાં સાથે બદલાવ કરવામાં આવ્યો છે. પહેલા સ્કિપ બટન માટે કાઉન્ટડાઉન આવતું હતું, જે હવે હટાવી દેવામાં આવ્યું છે જેથી દરેક એડ્સ સારી રીતે જોઈ શકાય.’
એડ્સનું પ્રમાણ વધ્યું
યૂટ્યુબ હવે ખૂબ જ આક્રમક થઈને વધુ એડ્સ આપી રહ્યું છે. પહેલા એક એડ આવતી હતી, પરંતુ હવે વધુ એડ્સ જોવા મળે છે. પહેલા વીડિયો ક્રિએટર્સને એડ્સ ક્યાં દર્શાવવી તે નિર્ણય કરવાની પાવર હતી, જે હવે ગૂગલ એ પહોંચી જાય છે. ઘણા લોકો એડ્સ બંધ કરવા માટે એડ બ્લોકરનો ઉપયોગ કરે છે, પરંતુ ગૂગલ પણ આ પ્રકારના પ્લગ-ઇન સામે લડી રહ્યું છે.