Mumbai,તા.11
લિજન્ડરી સિંગર આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલેએ ક્રિકેટર મોહમ્મદ સિરાજને રાખી બાંધી બંને વચ્ચે ડેટિંગની અફવા ફેલાવનારાઓને ચૂપ કરી દીધા હતા.
રક્ષાબંધનના દિવસે જનાઈએ સિરાજને રાખડી બાંધતી હોય તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો.
અગાઉ બંને વચ્ચે અફેરની અફવાઓ ચાલી ત્યારે બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેનો ઈન્કાર કર્યો હતો. જોકે, તે પછી પણ કેટલાક લોકોએ આ અટકળો ચાલુ રાખી હતી.
જોકે, હવે રાખડી બાંધતો વિડીયો આવી ગયા પછી કેટલાક નેટયૂઝર્સએ બંનેની માફી માગી હતી. તેમણે લખ્યું હતું કે જનાઈ અને સિરાજ બંને આપણી માફીનાં હક્કદાર છે.
બીજી તરફ કેટલાક નેટયૂઝર્સએ આ વિડીયો નીચે એવી પણ કોમેન્ટ કરી હતી કે આ દ્રશ્ય જોઈ અમને અમારી સ્કૂલના રક્ષાબંધનના દિવસો યાદ આવી ગયા છે જ્યારે વર્ગની સહાધ્યાયી વિદ્યાર્થિનીઓ અમને રાખડી બાંધતી હતી.
જનાઈ સંખ્યાબંધ મ્યુઝિક આલ્બન કરી ચૂકી છે અને આશા ભોસલેના દરેક કોન્સર્ટમાં તે લાઈવ પરફોર્મન્સ પણ આપે છે.