છેતરપિંડીના કેસમાં આરોપી રાધેશ્યામ ઠક્કરને પડી ‘તી ત્રણ વર્ષની સજા
Rajkot,તા.09
રાજકોટ જિલ્લા જેલમાં છેતરપિંડીના કેસમાં સજા ભોગવતા કેદી રાધેશ્યામ ઠક્કરને અમદાવાદ કોર્ટ મુદ્દતે પોલીસને ચકમો આપી નાશી છૂટ્યો હતો. જે અંગેની જાણ થતાં જ ફરાર આરોપીને પોલીસમાં દોડધામ થઇ જવા પામી છે.
વધુ વિગત મુજબ, રાજકોટ પોપટપરા સેન્ટ્રલ જેલમાં છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ભોગવતો આરોપી રાધેશ્યામ ઉર્ફ ગોપાલ ઉર્ફ કુલદીપ ઉર્ફ જયદીપ ઉર્ફ રાજદેવ ઉર્ફ અશોક ઠકકરને ગઇકાલે ત્રણ જેટલા પોલીસ કોસ્ટેબલ સાથે જાપ્તામાં અમદાવાદ કોર્ટ મુદ્દતે લઈ જવામાં આવ્યો હતો.અહીં કોર્ટમાં હાજર થયા બાદ આરોપીએ પોલીસ જવાનોને ચકમો આપીને નાશી છૂટ્યો હતો. આ વિશે અમદાવાદ સીટી-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લાની પોલીસને જાણ કરાઇ હતી. ત્યારે આ આરોપીને ભગાડવામાં કોઈ બહારના વ્યક્તિની ભૂમિકા રહેલી છે કે નહિ ? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.