Rajkot, તા.15
રાજકોટની ભાગોડે ન્યારા ગામે અમારી પાસે પૈસા માંગો છો તેવી ગામમાં વાતો કેમ કરો છો? તેમ કહી બે ભાઈ પર હુમલો કરી કારમાં તોડફોડ કરાઈ હતી. જે અંગે પડધરી પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો છે.
અરવીંદભાઈ કેશુભાઇ વધેરા (ઉ.વ 30, રહે.ન્યારાગામ તા.પડધરી)એ જણાવ્યું કે હું મજુરી તથા સાઇડમાં જમીન લે વેચ નો ધંધો કરુ છુ. મારા સગા નાનાભાઈ લાલજીભાઇને અમારા ગામમાં પાન તથા કરીયાણા તથા સાઇકલ પંચરની દુકાન છે. આ દુકાને અમારા ગામના રમેશ દુદા મકવાણા અવાર નવાર ઉધાર વસ્તુ લઈ જતા. તેના રૂ.50,000 ઉધારીના છેલ્લા ઘણા સમયથી દેતા નહોતા.
તે બાબતે અમારે એક વર્ષ પહેલા પણ માથાકુટ થયેલ. પરંતુ અમારા આગેવનો દ્વારા સમાધાન થઈ જતા પોલીસ ફરીયદ કરેલ નહતી. પરંતુ આ રમેશ મારી દુકાને આવી નશામાં જેમ મન ફાવે તેમ બોલતો હોય છે.
ગઈકાલે હું તથા મારો ભાઇ લાલજી બન્ને અમારી બજરંગ પ્રોવીઝન સ્ટોર દુકાન ખાતે બપોરના અઢીવાગ્યાની આસપાસ ઉભા હતા. ત્યારે જગદીશ દુદા મકવણા તથા તેનો ભત્રિજો મીહીર કાંતી મકવાણા તથા જીતુ સોમા મકવણા આવેલ. આ લોકો પાસે હાથમાં પાઇપ અને લાકડીઓ હતી. ત્રણેય આવી અપશબ્દો બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. કહેવા લાગેલ કે, તમો અમારી પાસે પૈસા માંગો છો તેવી ગામમાં વાતો કેમ કરો છો? તેવુ કહી મારાં ઉપર અને મારાં ભાઈ ઉપર હુમલો કર્યો હતો.
માર માર્યો હતો. મારી દુકાનની સામે પડેલ અમારી જીજે 03 એનકે 0116 નંબરની કારમાં ત્રણેય લાકડીયુ તથા પાઇપ વડે નુકશાન કરેલ. ઝપાઝપીમાં મારો ત્રણ તોલાનો ચેઇન હતો તે પડી ગયેલ. મારા માથા માં ઈજા હોય અને 108માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ. બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.