આ વર્ષ માં દેશ વિદેશમાં યુદ્ધો થવાની સંભાવના વધુ છે. તથા જલ્દીથી રાજનીતિમાં નિર્ણયો લેવામાં આવશે અને આ વર્ષ મંગળનું હોવાથી ખૂબ જ ઝડપથી આ વર્ષનો સમય વ્યતીત થશે અને આ વર્ષનો મૂલાંક *9* નંબર છે, આવું વર્ષ દેશ તથા વિદેશમાં આર્થિક સમસ્યાઓ આવે. છેલ્લે 2016 ની સાલ માં મૂલાંક *9* આવેલો હતો તે વર્ષે પણ ટેક્સ અને આર્થિક બાબતે અસ્તવ્યસ્તતા જણાઈ હતી. અને આ વર્ષ મંગળનું હોવાથી જમીન ના ભાવ માં ખૂબ જ ઉછાળો આવે. અને સોનાના ભાવ આ વર્ષમાં જ અંદાજ 1 લાખ કે તેનાથી પણ ઉપર જઈ શકે છે. અને આ વર્ષે વરસાદ પ્રમાણસર રહેશે. આ વર્ષે ગરમી પણ પ્રમાણસર રહેશે. પરંતુ આ વર્ષ દરમિયાન વાતાવરણમાં એકાએક બદલાવ આવી શકે છે. અને આ વર્ષ *4* રાશિઓ માટે ખૂબ જ પ્રગતિ આપનારું તથા ધન આપનારું રહેશે. આ ચાર રાશિઓ છે, (કન્યા,કુંભ,તુલા,વૃષભ).
અને વૃશ્ચિક રાશિના લોકો એ આ વર્ષમાં આરોગ્ય નું ધ્યાન રાખવું, તથા મેષ રાશિના લોકોને ખૂબ જ સારી પ્રગતિ મળે, બાકી બધી જ રાશિઓ માટે આ વર્ષ અનુકૂળ રહેશે.
આ વર્ષમાં ભારત દેશને એક સારું એવું સન્માન મળી શકે છે. અને આ વર્ષની અંદર કોઈ મોટા પોલિટિશિયન નિવૃત્ત થઈ શકે છે…એકંદરે આ વર્ષ જિજ્ઞાસુ અને સાહસિક વ્યક્તિ માટે સારું રહેશે…
સંકલન, શાસ્ત્રીજી શ્રી પાર્થભાઈ આચાર્ય
(રાજકોટ)