New Delhi તા.16
કોઈપણ મેન્યુફેકચરર ટ્રેડર, સર્વીસ પ્રોવાઈડર અને એડવર્ટાઈઝીંગ એજન્સી જો કોઈ પ્રોડકટ કે સર્વીસના બારામાં 100 ટકા ઈકો ફ્રેન્ડલી, ઝીરો એમીશન, ગ્રીન નેચરલ, ક્રુએલ્ટી ફ્રી કે ઓર્ગેનીક હોવાનો દાવો કરે તો એ જાણકારી આપવી પડશે કે કયા આધારે આમ કહેવામાં આવી રહ્યું છે જેથી વેરીફાઈ કરી શકાય કે આવુ છે કે નહિં ઘણીવાર પર્યાવરણ પ્રત્યે લોકોની જાગૃતિની રોકડી કરવા માટે અનેક કંપનીઓ બોગસ દાવા કરતી હોય છે.સરકારની સેન્ટ્રલ ક્ધઝયુમર પ્રોટેકશન ઓથોરીટી (સીસીપીએ)એ મંગળવારે ગ્રીન વોશીંગ પર્યાવરણ સાથે જોડાયેલા ગેરમાર્ગે દોરતા દાવાઓને રોકવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ બે વ્યકિતને પણ લાગુ પડશે. જેની સેવા વિજ્ઞાપન માટે લેવામાં આવી હોય ઓથોરીટીની ચીફ કમિશ્નર અને ક્ધઝયુમર અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ કહ્યું હતું કે કયુઆર કોડ કે યુઆરએલ કે કોઈપણ ડીઝીટલ રીતે પુરી જાણકારી આપવામાં આવે.
કન્ઝ્યુમર્સ અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ જણાવ્યું હતું કે કાયદા મુજબ ઓનલાઈન કે ઓફલાઈન વેચવામાં આવતી પેકેટબંધ વસ્તુઓની એમઆરપી, એકસપાયરી ડેટ, મેન્યુફેકચરીંગની જાણકારી અને વજનની સાથે આ બાબતની પણ જાણકારી આપવી જરૂરી હોય છે કે ગ્રાહક એ ફરીયાદ કરે તો કયાં કરી શકે છે. કિવક કોમર્સ કંપનીઓની કથિત કારોબારી હરકતોને ફરિયાદો ઉઠતી રહે છે.ઓલ ઈન્ડીયા ક્ધઝયુમર પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશને, કોમર્સ મિનિસ્ટર પીયુષ ગોયલને ફરિયાદ કરી હતી કે આ કંપનીઓ પ્રિડોરી પ્રાઈઝીંગ અને ડાર્ક સ્ટોર્સ સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંધન કરી રહી છે.ત્યારબાદ આ મામલો તપાસ માટે કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા પાસે મોકલાયો હતો.
એર પ્યોરીફાયરનાં દાવાની થશે તપાસ:
એર પ્યોરીફાયર કંપનીઓના દાવા પર ખાદ્ય અને ગ્રાહક મામલાનાં મંત્રી પ્રહલાદ જોશીના સવાલ ઉઠાવ્યા બાદ ક્ધઝયુમર અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ મંગળવારે કહ્યું હતું કે આ કંપનીઓના દાવાઓની તપાસ કરવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે માર્કેટ સર્વીલાન્સથી એ જોવાની કોશીશ થશે કે આ દાવાઓ કેટલા સાચા છે.ખરેએ જણાવ્યું હતું કે બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડની નજર પણ આના પર છે અને એર ફીલ્ટરનાં જે કવોલીટી ક્ધટ્રોલ ઓર્ડર છે. તેનુ પાલન થઈ રહ્યું છે કે નહિં, તેની તપાસ કરવામાં આવશે.જોશીએ સોમવારે એર પ્યોરીફાયર કંપનીઓનાં દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે એર પ્યોરીફાયર પર તમામ વસ્તુઓ લખેલી હોય છે પણ ખરેખર એવુ હોતુ નથી જોશીએ આ બારામાં કન્ઝ્યુમર અફેસા મીનીસ્ટ્રી અને બીઆઈએસ સાથે મળીને કામ કરવા પર જોર દીધુ હતું.
► પેકેજડ વસ્તુઓ પર એમઆરપી, એકસપાયરી ડેટની માહિતી ન આપવા પર એકશન
કિવક કોમર્સ કંપનીની હરકતો પર સરકારની વોચ
કેન્દ્ર સરકાર એ બાબતની તપાસ કરી રહી છે કે કિવક કોમર્સ કંપનીથી વેચવામાં આવતી પેકેટબંધ ચીજો પર એમઆરપી મેકિસયમ રિટેલ પેજ અને એકસપાયરી ડેટ સહીત બીજી જરૂર જાણકારીઓ ખરી રીતે આપવામાં આવી રહી છે કે નહિ. લીગલ પેટ્રોલોજી એકટ અંતર્ગત આવી જાણકારી આપવી જરૂરી છે. ક્ધઝયુમર્સ અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ જણાવ્યું હતું કે એ જોવામાં આવી રહ્યું છે કે કિવક કોમર્સ કંપનીઓથી વેચવામાં આવી રહેલી પેકેજડ પ્રોડકટસ પર એવી જાણકારી આપવામાં આવી રહી છે કે કેમ તેમણે કહ્યું હતું કે જે કંપનીઓ આવી જાણકારી નહી આપી રહી હોય તેમની સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.