New Delhi, તા.25
આજે સંસદનું શિયાળુ સત્ર શરુ થયું છે અને તેમાં અદાણી મુદ્દે ધમાલ છે તે વચ્ચે આવતીકાલે સરકાર સંસદમાં વકફ ખરડો રજુ કરશે તેવા સંકેત છે. સરકાર સંસદના શિયાળુ સત્રમાં 15 મહત્વના ખરડાઓ રજુ કરવા જઇ રહી છે.
જેમાં આવતીકાલે જ વકફ બીલ રજુ થશે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડ ઉપરાંત હરિયાણામાં વિજય બાદ હવે લોકસભા ચૂંટણી પછી સરકાર જે થોડીક ડિફેન્સીવ સ્થિતિમાં હતી તે હવે પૂરી રીતે આક્રમક બની ગઇ છે.
આવતીકાલે જ વકફ ખરડો રજૂ કરીને તે મંજુર કરાવવા પ્રયાસ છે. જો કે તેમાં સાથી પક્ષો તેલુગુદેશમ અને જનતાદળ-યુની ભૂમિકા મહત્વની બની જશે. વડાપ્રધાને શનિવારે જ તેમના વિજય સંબોધનમાં વકફ ખરડો રજૂ કરવા મુદ્દે સંકેત આપી દીધો હતો.